અંતે કેનાલમાં ગટરના પાણી ભરાવવાના પ્રશ્નનું નિરાકરણ માટે પ્રયાસો હાથ ધરાયા

- text


મોરબી : મોરબી નજીક રવાપર કેનાલમાં ગટરના પાણી ભરાવવાના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા અંતે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં ખોદકામ દરમિયાન આ પ્રશ્નનો ફોલ્ટ સામે આવ્યો હતો અને કેનાલના પાઇપમાં ભંગાણ થતા ગટરના પાણી ભળ્યા હોવાનું જાણવા મળતા આ પ્રશ્ન હલ કરવાની મથામણ કરવામાં આવી છે.

મોરબી નજીક રવાપર કેનાલમાં ગટરના પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી. આથી સિંચાઈ અધિકારીએ આ પ્રશ્નો ફોલ્ટ શોધી તેનું નિરાકરણ કરવાની ગ્રામ પંચાયતને તાકીદ કરી હતી. આથી રવાપર ગામના સરપંચ નીતિન ભટાસણા દ્વારા આજે ફોલ્ટ શોધવાની મથામણ હાથ ધરાઈ હતી. તે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી પાસે નીકળતી કેનાલમાં પાઇપના ભંગાણ થતા ત્યાં ગટરનો ખુલ્લો હોકળોમાંથી પાણી વહેલા લાગતા કેનાલમાં ગટરના પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આથી ત્યાં ખોદકામ કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

- text

- text