કતલખાના અને નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની કલેક્ટરને રજૂઆત

- text


મોરબીઃ રાજ્યમાં ચાલતા ગેરકાનુની કતલખાના અને નોનવેજની લારીઓ અને દુકાનો બંધ કરાવવા મામલે મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લા, તાલુકા, શહેરમાં કોઈપણ મંજૂરી વિના બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર નોનવેજની લારીઓ અને દુકાનો ધમધમી રહી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવો આદેશ છે છતાં પણ ઉપરોક્ત સ્થળો ઉપર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. તેથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે. ત્યારે ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવામાં આવે. તાત્કાલિક ધોરણે આ અંગે કડક અમલવારી કરાવવામાં આવે તેવી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

- text

- text