મોરબીમાં દારૂમાં અન્ય શખ્સનું નામ ખુલ્યું તેને ત્યાં પણ દરોડો, ૧.૨૬ લાખનો દારૂ મળ્યો

- text


અગાઉ એ ડિવિઝને દરોડો પાડ્યો હતો, ત્યારબાદ એલસીબીએ રેઇડ કરી કુલ ૨૪૦ બોટલ વિદેશી દારૂ પકડ્યો 

મોરબી : મોરબીમાં આજે એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાથી ૬૭ બોટલ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જો કે બીજા શખ્સનું નામ ખુલતા ત્યાં પણ એલસીબીએ ત્રાટકીને રૂ. ૧.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ બીજો શખ્સ હાજર ન મળતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીને બાતમી મળેલ કે જગદિશભાઇ સામતભાઇ સાવધારા રહે. લીલાપર રોડ, ન્યુ પ્રજાપત સોસાયટી, મોરબી વાળાએ તેના રહેણાંક નજીક આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. જેને પગલે ત્યાં રેઇડ કરતા ત્યાંથી દારૂનો જથ્થો મળી આવેલ હતો. જો કે જગદિશભાઇ સામતભાઇ સાવધાર રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી શેરી નં.૦૨ જી.મોરબી હાજર મળી આવેલ ન હોય તેની શોધખોળ શરૂ કરાઇ છે.

- text

એલસીબીએ આ સ્થળેથી બ્લેન્ડરર્સ પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૩૬ કિ.રૂ. ૩૦,૬૦૦/-, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ. કિ.રૂ.૬૨,૪૦૦/-, ઓલસીઝન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ- ૩૬ કિ.રૂ. ૧૮,૦૦૦/-, મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ- નંગ-૧૨ કિ.રૂ. ૪૫૦૦/-, ગ્રેવીટી ગ્રીન એપલ વોડકાની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ- ૩૬ કિ.રૂ. ૧૦૮૦૦/- મળી કુલ બોટલ નંગ- ૨૪૦ કિ.રૂ.૧,૨૬,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં ડી.એમ.ડોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text