મોરબીના ઈસ્કોન કેન્દ્ર દ્વારા 22 માર્ચથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

- text


મોરબી : મોરબીના ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આગામી તારીખ 22 માર્ચ થી 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્ક પાસે મોર્ડન હોલ ખાતે 22 માર્ચને બુધવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે અને 28 માર્ચે કથાની પૂર્ણાહૂતિ થશે. દરરોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ભાવનગર ઈસ્કોન મંદિરના અધ્યક્ષ વેણુગાયક પ્રભુ વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text

હાલ વિશ્વમાં 1000 થી પણ વધારે ISKCON મંદિર આવેલા છે, ત્યારે મોરબીમા પણ ISKCONનું હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી બાયપાસ, મોર્ડન હોલ ખાતે શરૂ કરવામા આવ્યું છે. અત્રે ખાસ સત્સંગ કાર્યક્રમ દર રવિવારે સાંજે 7:00 થી 9:00 કલાકે ભગવાનનું કીર્તન, આરતી અને શ્રીમદ ભગવદગીતા અથવા શ્રીમદ ભાગવતમ પર પ્રવચન યોજાઇ છે. વધુ વિગત માટે હરેન્દ્ર મુરારી (9510586016) અથવા કમલાક્ષ કીર્તન (9510715893)નો સંપર્ક કરવો.

- text