ટંકારામાં રમત-ગમતનું મેદાન બનાવો : જી.પં.ના સદસ્યની મંત્રીને રજુઆત

- text


 

ટંકારા : ટંકારા તાલુકામાં રમત ગમત માટેનું એક પણ જાહેર મેદાન ન હોવાથી યુવાનો અને બાળકો એક્સ્ટ્રા એક્ટિવિટી કરી શકતા નથી. જેથી ટંકારા મથકની આસપાસ જાહેર રમત ગમતનું મેદાન બનાવવા જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ રમત ગમત મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ ગામોનો સમાવેશ થાય છે જેની અંદાજે વસ્તી ૧ લાખ જેટલી છે.જેનુ વડુ મથક ટંકારા છે. જયા બાળકો તથા યુવાનોની એકટ્રા એકટીવીટી માટે એક પણ રમત-ગમતનુ મેદાન આવેલુ નથી. આજની આવી ગળાકાપ ભણતરની હરીફાઇમાં બળકો પોતાના નાનપણને અને રમત-ગમતને સદંતરે ભુલવા માંડયા છે અને તેઓની બચપનની એક અગત્યની ઉછેર નીતીથી વિહોણા થઇ જવા પામેલ છે.

- text

જીવનમાં ભણવુ ખુબ જ જરૂરી છે પરંતુ શારીરીક વ્યાયામ પણ એટલો જ જરૂરી છે. આપણા દેશના વડાપ્રધાન પણ યોગ સાધનાને અપનાવવા માટે ખુબ જ પ્રયત્નશીલ રહેલ છે જયારે રમત-ગમત એ પણ બાળકો માટે એક યોગ સમાન છે. જેથી બાળકો અભ્યાસની સાથો સાથ અન્ય એકટીવીટી પણ કરે તે માટે ટંકારા તાલુકાના મુખ્ય મથક આજુ-બાજુમાં એક રમત-ગમતનું મેદાન બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

 

- text