ધો.10ના ગણિતના પેપરમાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી જિલ્લામાં કુલ 1069માંથી 1066 વિધાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી

મોરબી : મોરબી જિલ્લામાં 14 માર્ચથી ધો.10, 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ગઈકાલે રજા રહ્યા બાદ આજે ફરી ધો.10ના બીજા ગણિત વિષયના પેપરની પરીક્ષા લેવાય હતી. જેમાં મોરબી જિલ્લામાં ધો.10ના ગણિત વિષયના પેપરમાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ 1069માંથી 1066 વિધાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી હતી.

- text

મોરબી જિલ્લામાં આજે ધો.10ના બીજા ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત – 12 ગુજરાતી માધ્યમમાં 969માંથી 1 ગેરહાજર અને 968 વિધાર્થીઓ હાજર તેમજ ઈંગ્લીશ મીડીયમમાં 89માંથી 1 ગેરહાજર અને 88 વિધાર્થીઓ હાજર જ્યારે ગણિતમ 504 ( સંસ્કૃત પ્રથમ)ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 11 માંથી 1 ગેરહાજર અને 10 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.આમ આજના ગણિત વિષયના બીજા પેપરમાં કુલ 1069માંથી 1066 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text