હળવદના વાંકિયામાં ખનીજચોરી કરતું હિટાચી જપ્ત

- text


ખાણખનીજ વિભાગ દ્વારા રૂપિયા 15 લાખનો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં ખનીજચોરી ડામવા ખાણખનીજ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ખાણખનીજ વિભાગે હળવદ તાલુકાના વાંકિયા ગામે રેઇડ પાડી બ્લેકટ્રેપ ખનીજની ચોરી કરી રહેલ રૂપિયા 15 લાખનું હિટાચી મશીન કબ્જે કરી દંડનીય કાર્યવાહીની સાથે ફોજદારી ફરિયાદ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના અન્વયે રોયલ્ટી ઇન્સ્પેકટર રવિભાઈ કણસાગરા, માઇન્સ સુપર વાઇઝર ગોપાલ ચંદારાણા અને મિતેશ ગોજીયાની ટીમે હળવદ તાલુકાના વાંકિયા ગામે દરોડો પાડી બ્લેકટ્રેપ ખનીજની ચોરી કરતા રૂપિયા 15 લાખની કિંમતના હિટાચી મશીનને કબ્જે કરી ખોદકામ કરી રહેલા વિજય લાલજી વડસોલા વિરુદ્ધ દંડનીય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

- text