મોરબી જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહના બીજા પેપરમાં 11 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જો કે આજે ધો.10ના વિધાર્થીઓની રજા હતી. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની બીજા પેપરની પરીક્ષા લેવાય હતી. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહના બીજા પેપર તત્વજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ 667 વિદ્યાર્થીઓમાંથી 656 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જ્યારે 11 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text