મોરબી પાલિકાના ભંગાર વાહનો મામલે વડાપ્રધાનને રાવ

- text


જાગૃત નાગરિક દ્વારા ફોટોગ્રાફ સાથે પાલિકાની પોલ છતી કરી

મોરબી : મોરબી નગરપાલિકાના ભંગાર થઈ ગયેલા વાહનો, ગંદકી અને શ્વાનની કનડગત મામલે જાગૃત નાગરિકે છેક વડાપ્રધાન સુધી ફરિયાદ રૂપે રજૂઆત કરી છે.

મોરબીના જાગૃત નાગરિક વિહારભાઈ વિનયચંદ્ર જોષીએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, સુધારા શેરીમાં મોરબી નગરપાલિકાનું ફાયર બ્રિગેડ સ્ટેશન આવેલું છે.જ્યા 15 જેટલા ભંગાર વાહન અને ગંદકીના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓને મચ્છર અને ઝેરી જાનવરોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભંગાર અને ગંદકીના કારણે દુર્ગંધ પણ આવી રહી છે. આ ઉપરાંત શેરીમાં શ્વાન નાના બાળકો અને વૃદ્ધોને કરડી જવાના પણ બનાવો બની રહ્યા છે અને બાળકોના મૃત્યુના બનાવ પણ બની રહ્યા છે.

વધુમાં આ સમસ્યા અંગે 20 ફેબ્રુઆરીના રોજ સરકારી અધિકારીઓને અરજી કરીને જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ મામલે વિહારભાઈ જોષીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જો આ સમસ્યાનું સમાધાન 8 દિવસમાં નહીં આવે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

- text