મોરબી પાલિકાની બસમાં બોર્ડના છાત્રોને વિનામૂલ્યે મુસાફરી કરાવવાની માંગ

- text


મોરબી : મોરબી નગરપાલિકાની બસમાં ધો.10 અને 12ની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને તેની સ્લીપ જોઈને વિના મૂલ્યે મુસાફરી કરાવવાની કોંગ્રેસના આગેવાન રમેશ રબારીએ માંગ ઉઠાવી છે.

- text

મોરબી જિલ્લામાં હાલ s.s.c અને H.s.cની પરીક્ષા ચાલી રહેલ છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસમાં પરીક્ષા દેવા જતા અને આવતા વિધાર્થીને વિનામૂલ્યે મુસાફરી કરવા માટે ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ મોરબી નગરપાલિકા ના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવેલ છે હાલની મોઘવારીના સમયમાં નાના માણસોની હાલત કફોડી થઇ ગયેલ છે. ત્યારે મોરબી જિલ્લામાંથી તેમજ શહેરના આજુબાજુના વિસ્તારમાંથી બોર્ડની પરીક્ષા આપવા આવતા છાત્રોને બસમાં વિના મૂલ્યે મુસાફરી કરાવવામાં આવે.

 

- text