મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ પુનઃ સ્થાપિત કરવા મુખ્યમંત્રીને રજુઆત 

- text


મોરબીને પ્રવાસન ક્ષેત્રે મહત્વની ઓળખ આપવતા જોવાલાયક સ્થળોને પુનઃ સ્થાપીત કરવાની માંગ

મોરબી : સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં જોવાલાયક સ્થળોના કારણે લોકો પ્રવાસ માટે આવતા હતા પરંતુ હાલમાં મોરબી શહેર ન તો સૌરાષ્ટ્રના પેરીસની ઓળખ ધરાવે છે. ન તો પ્રવાસના ક્ષેત્રે જોવા લાયક સ્થળમાં સ્થાન ધરાવે છે. આથી મોરબીને પ્રવાસન ક્ષેત્રે મહત્વની ઓળખ આપવતા અને મોરબીની આગવી ઓળખ ઉભી કરતા જોવાલાયક સ્થળોને પુનઃ સ્થાપીત કરવા મુખ્યમંત્રીને રજુઆત કરી તૂટી ગયેલા ઝૂલતા પુલને પુનઃ સ્થાપિત કરી મોરબીની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવા માંગ ઉઠાવવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીને પેરીસની પોતાની ઓળખ માટેનો તંત્ર દ્વારા સાફ સફાઈ અને સુદર રસ્તાઓનું આયોજન કરવું જરૂરી છે. જે માટે તંત્રની ઈચ્છા શક્તિનો સંપૂણ અભાવ જણાય છે. મોરબીના કમનસીબે મોરબીને એવો કોઈ કરિશ્માઈ નેતા પણ નથી મળ્યો કે જેને મોરબીની ઓળખની ચિંતા હોય અને મોરબી માટે સારા કાર્યો કરે અને કરાવડાવે. સિરામિક અને ધડીયાળ ઉદ્યોગમાં વિશ્વ લેવલે નામના ધરાવતા મોરબીની સ્થાનિક હાલત ખુબજ બદતર છે. ના તો સફાઈ છે, ના તો દરેક વિસ્તારને નિયમિત સારું પીવાનું પાણી મળે છે. ના તો સારી ગટર વ્યવસ્થા છે. ના તો સારા રોડ રસ્તા છે. ના તો ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ છે. અને તંત્રમાં આવતી કરોડોની ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરાવી શકનાર કોઈ આગેવાન કે અધિકારી પણ નથી. હમણાં હાઇકોર્ટ દ્વારા ગુજરાતના પુલોના સમારકામ કરવા માટેની નીતિ નક્કી કરવાનું જણાવવામાંમાં આવેલ છે. તેવી જ રીતે તેમાં આ જુના બાંધકામો કે, જે ભવ્ય ભૂતકાળ અને આપણી સંસ્કૃતિનો અમુલ્ય વરસો છે. તેને જાળવવા તથા તેનું સમારકામ કરાવવા માટેની પણ કોઈ નીતિ સરકાર નક્કી કરે અને તે મુજબ સારા કામો કરે તેવું આયોજન કરવુ જરૂરી છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, મોરબીનો વાઘમહેલ કે જેને મણીમંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યોગ્ય જાણવણી સાથે લોકોને જોવા માટેનું યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવી ને લોકો માટે ખુલ્લું મુકવા માટે યોગ્ય કરવાની માંગણી છે. ઉપરાંત મોરબીનો ઝુલતો પુલ જે હાલમાં તૂટી જવા પામેલ છે. તે મોરબીની જનતા માટે મોરબીના મહારાજા દ્વારા આપવામાં આવેલ અમુલ્ય ભેટ હતી. તેને ફરીથી યોગ્ય ડીઝાઇન તથા યોગ્ય કામગીરી અને નીતિ નિયમો સાથે ફરીથી રીપેરીંગ કરીને મોરબીની જનતા માટે ખુલ્લો મુકવાની માંગણી ઉઠાવી ગોજારો બનાવ બન્યો તે અત્યંત દુખદ હોવાનું અને હોમાયેલ મૃતકો પ્રત્યે સવેદના વ્યક્ત કરી મૃતકોને સાચી શ્રધ્ધાંજલી રૂપે આ ઝુલતો પુલ ફરીથી ચાલુ કરવા માંગ ઉઠાવી હતી.

ઉપરાંત મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ કે જે મોરબીના મહારાજાનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ હતો તે બતાવે છે. અને પોતાના રાજ્યમાં સારું ઉચ્ચશિક્ષણ સ્થાનિક લેવલે મળી રહે તે માટે પોતાનો જુનો રાજમહેલ કોલેજ બનાવવા માટે આપેલ હતો . તે બિલ્ડીંગ રીપેર થાય તો તે પણ એક જોવાલાયક સ્થળમાં તેનો સમાવેશ થાય છે. તો આ બિલ્ડીંગને પણ સમારકામ કરાવી ને લોકોને જોવાલાયક સ્થળ તરીકે તેને ખુલ્લો મુકવાની તેઓએ માંગણી કરી છે.

સાથે જ મોરબીની નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાના બજેટમાં રીવર ફ્રન્ટ બનાવવા માટેનું આયોજન કરવાની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ સ્થાનિક સતાધીસોને આવા કામમા બિલકુલ રસ ન હોવાથી આ કામ દિવાસ્વપ્ન સમાન રહ્યું તેની જોગવાઈઓ ફક્ત કાગળ ઉપર જ રહી તો આ કામને પણ અગ્રતા આપીને રીવર ફ્રન્ટ પણ બનાવવાની માંગણી કરી છે.

- text