વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મહોત્સવની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. સમગ્ર આયોજનમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટયથી થઈ હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરીને સ્વાગત ગીત સર્વધર્મ પ્રાર્થના બાદ રજૂ કરવામાં આવ્યું હતું. બાળકોએ ગણેશ સ્તુતિ, કરાટે ડાન્સ, શિક્ષણ ગીત, યોગ ડાન્સ, મ્યુઝિકલ પિરામિડ, વેસ્ટર્ન ડાન્સ, તલવાર ડાન્સ, ચાઈલ્ડ ડાન્સ, અભિનયગીત, નાટકો, નૃત્યરાસ, લાઠી ડાન્સ વગેરે જેવી 15 કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે શિક્ષણની સાંપ્રત સ્થિતિને કેન્દ્રમાં રાખીને બાળકો-ગ્રામજનોને લાઇવ રીતે સામેલ કરીને નાટક રજૂ કર્યું હતું. મહેમાનોની સાથે જ બહોળી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે યુવરાજસિંહ વાળાએ કાર્યક્રમને પ્રાસંગિક પ્રોત્સાહન પ્રવચન આપ્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને LIC તરફથી પ્રતિનિધિ રૂપે આવેલા ગુલાબભાઈ શેરશિયાએ શાળા અને ગામના જુના સંસ્મરણો વાગોળીને શાળા સાથેનો ઋણાનુબંધ વ્યક્ત કર્યો હતો. રામજીભાઈ વાઘેલા (સિનિયર બ્રાન્ચ મેનેજર, LIC, વેરાવળ શાખા) શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના પ્રયત્ન થકી શાળાના પ્રથમ સત્રની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવેલા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને LIC OF INDIA તરફથી શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળા ના ભૂતપૂર્વ આચાર્ય સ્વ.જુવાનસિંહ ઝાલાના સ્મરણાર્થે દાતા સહદેવસિંહ ઝાલા તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને કંપાસની ભેટ આપવામાં આવી હતી. રામજીભાઈ વાઘેલા તરફથી બધા વિદ્યાર્થીઓને પેડની ભેટ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી બધા વિદ્યાર્થીઓને પેન્સિલ બોક્સની ભેટ આપવામાં આવી હતી. આ સિવાય હાજર મહેમાનો અને ગ્રામજનોએ બાળકોને રોકડ ઇનામ આપીને પણ પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના શિક્ષક નમ્રતાબા પરમાર તરફથી તેમના સસરા સ્વ. વિક્રમસિંહ પરમારની સ્મૃતિમાં પૌવા બટેટા-છાશનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

- text

આ કાર્યક્રમમાં મંચસ્થ વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મંગુભાઈ પટેલ, BRC કોઓર્ડિનેટર મયુરસિંહ પરમાર, કે.નિ.શિક્ષણ અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, જુના કણકોટ તાલુકા શાળા CRC ના CRC કોઓર્ડિનેટર ઇર્ષાદભાઈ શેરશિયા, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા તથા રાજ્ય પ્રતિનિધિ ચંદ્રસિંહ ઝાલા, LIC OF INDIAના બ્રાન્ચ પ્રતિનિધિ ગુલાબભાઈ શેરશિયા, ગામના સરપંચ બટુકસિંહ ઝાલા, ઉપસરપંચ દીપકભાઈ વાઘેલા, SMC અધ્યક્ષ નવઘણભાઈ થોરિયા, SMCના સભ્યો, પોસ્ટઓફિસ સંચાલક પૃથ્વીરાજસિંહ ઝાલા, ગામના આગેવાનો, પેટા શાળાના આચાર્યોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ફોટોગ્રાફર નિમેશભાઈ ભાલોડિયા અને સ્ટેજ વ્યવસ્થામાં રવજીભાઈ બોસિયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર મંડપ વ્યવસ્થાનો ખર્ચ શાળાના શિક્ષકો કવિતાબેન, મીરલબેન, નિરાલિબેન, દિનેશભાઇ, રવજીભાઈ, નમ્રતાબા અને વિરેન્દ્રસિંહએ ઉઠાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, મ.ભો.યો.સ્ટાફ ઇલાબા ઝાલા, ઇલાબા જાડેજા, સુખનાબા ઝાલા તથા જગુભા ઝાલા, નિમેશભાઈ ભાલોડિયાએ પ્રશંસનીય જહેમત ઉઠવી હતી.

- text