જાગો ગ્રાહક જાગો ! મોરબીમાં આજથી ગ્રાહક સુરક્ષા આયોગ શરૂ 

- text


મોરબી : ગ્રાહક તકરાર મામલે અત્યાર સુધી મોરબીના નાગરિકોને કાનૂની વિવાદ માટે રાજકોટ સુધી જવું પડતું હતું ત્યારે મોરબીમાં આજથી ગ્રાહક સુરક્ષા આયોગ શરૂ થવા જઈ રહેલ હોય ગ્રાહક સુરક્ષાને લગતા કેસોની હવે સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ આવશે.

મોરબીમાં આજથી ગ્રાહક સુરક્ષા આયોગ શરૂ થશે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ગ્રાહક સુરક્ષા આયોગના પ્રમુખ વી.પી.પટેલ દ્વારા શહેરના લાલબાગ સંકુલ ખાતે આયોગનું વિધિવત ઉદઘાટન કરવામાં આવનાર હોવાનું જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ અયોગ્ય રાજકોટના મુખ્ય પ્રમુખ જજ પી.સી.રાવલ અને અધિક પ્રમુખ જજ કે.એમ.દવે દ્વારા જાહેર કરાયું છે.

- text

વધુમાં મોરબી ખાતે ગ્રાહક સુરક્ષા આયોગના ઉદઘાટન સમારોહમાં આવી રહેલા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ગ્રાહક સુરક્ષા આયોગના વી.પી.પટેલ દ્વારા મોરબી બાર એસોશિએશન હોલ ખાતે વકીલો માટે ગ્રાહક સુરક્ષા કાયદા અનુસંધાને સેમિનાર પણ યોજનાર હોવાનું જાણવા મળે છે, મોરબીમાં આજથી ગ્રાહક સુરક્ષા આયોગ શરૂ થતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text