4 માર્ચે મોરબીના ભારતી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાશે

- text


મોરબી : મોરબીની ઉમા ટાઉનશીપ પાસે આવેલી ભારતી વિદ્યાલય ખાતે આવતીકાલે શનિવારે એક નયી સોચ કી ઔર ભારતી કી ઉડાન વિષય અંતર્ગત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવશે.

આવતીકાલે તારીખ 4 માર્ચ ને શનિવારના રોજ સવારે 9 થી બપોરે 4 કલાક સુધી ભારતી વિદ્યાલય ખાતે આ પ્રદર્શન યોજાસે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક અગ્રણી બિલ્ડર નિર્મલભાઈ જારીયા તથા પ્રમુખ સ્થાને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે પ્રવિણભાઈ આંબરિયા, મહેશભાઈ રાજ્યગુરુ, જયરાજસિંહ જાડેજા, દેવેનભાઈ રબારી, પ્રકાશભાઈ ચબાડ, મનોજભાઈ ઓગાણજા, ઘનશ્યામસિંહ ઝાલા, પિયુષભાઈ બોપલીયા તથા અશોકભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

- text

આ પ્રદર્શનમાં મુખ્ય પ્રોજેક્ટમાં મોરબીની ગોઝારી ઘટનાઓ ગણિત સાથે ગમ્મત અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મોરબીની શાન રજુ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં સૌને પધારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેશભાઈ મહેતા, સંચાલક વિવેકભાઈ મહેતા અને કૌશલભાઈ મહેતાએ આમંત્રણ પાઠવ્યું છે.

- text