સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં ચોરી કરનાર શખ્સના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે

- text


પોલીસે રૂ. 3 હજારની રોકડ કબ્જે કરી : તસ્કરે ચોરીને એકલા હાથે જ અંજામ આપ્યાનું ખુલ્યું

મોરબી : મોરબીના સિરામીક પ્લાઝા અને શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડિંગમાં એક સાથે 100 જેટલી દુકાનોના શટર ઉંચકી સામુહિક ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશના તસ્કરના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સિરામિક પ્લાઝા 1 અને 2માં 50 જેટલી ઓફિસો – દુકાનો અને બાદમાં શક્તિ ચેમ્બરમાં આવેલી 50 થી વધુ ઓફિસો અને દુકાનોને નિશાન બનાવનાર તસ્કર અમિત શેરસિંહ રાવત રહે. મધ્યપ્રદેશ, સાગરવાળાને કોર્ટના આદેશ મુજબ એક દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. આ રિમાન્ડ આજે પૂર્ણ થયા છે.

- text

આ અંગે પીએસઆઇ જે.એલ.ઝાલાએ જણાવ્યું કે આરોપી પાસેથી રૂ.3 હજારની રોકડ મળી છે. તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હતો. તેને એકલા હાથે ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

- text