મોરબીના બેલા નજીક ટ્રકના ચોરખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો

- text


તાલુકા પોલીસ ટીમે ટ્રક સહિત 10.31 લાખના જથ્થા સાથે એકને દબોચ્યો

મોરબી : મોરબીમાં હોળી ધુળેટીના તહેવારોમાં દારૂની રેલમછેલ રોકવા માટે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમ,ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસે દરોડો પાડી ટ્રક ટ્રેલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમારને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે,ટ્રક ટ્રેલર નંબર RJ-19-GE-6045માં ઇગ્લીશદારૂનો જથ્થો રાખી મોરબી તાલુકાના બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જનાર છે,જે મળેલ હકીકત બાબતે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ રેઇડ કરવા સુચના કરતા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસે અલગ અલગ ટીમોએ વોચ ગોઠવી RJ-19-GE-6045 વાળાની કેબીનના ચોર ખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બીયરની બોટલ નંગ-૭ર કિં.રૂ.૩૧,૨૦૦ તથા ટ્રક ટ્રેલર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૩૧,૨૦૦ના મુદ્દામાલ સાથે આરોપી હેમારામ હનુમાનરામ ગોદારા, રહે. પાલ ભાખરી કરના, તા. સિંઘરી, જી.બાડમેર, રાજસ્થાન વાળાને ઝડપી લઈ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ દારૂની રેઇડની કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા તથા એ.એસ.આઇ, જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સટેબલ અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સટેબલ દિવ્યરાજસિહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા, જયદીપભાઇ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી તથા ઋતુરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

- text