મોરબીમાં મિત્રો સાથે ઉભેલા દીપકને વિઠ્ઠલ અને ઉગાએ લાકડીઓ ફટકારી

- text


મોરબીના જુના ઘુટુ રોડ ઉપર વગર વાંકે યુવાનને માર મારવા મામલે બે વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર મિત્રો સાથે ઉભેલા દિપક નામના યુવાનને વિઠ્ઠલ અને ઉગા નામના શખ્સોએ કોઈ કારણ વગર લાકડીઓ ફટકારી આ લોકો સાથે ઉભો રહીશ તો પતાવી દેશું તેવી ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે મોરબીના ત્રાજપરમા ચોરા પાસે રહેતો દિપક રમેશભાઈ સનુરા નામનો યુવાન વિસામાની મેલડી માતાજીના મંદિર નજીક જુના ઘુટુ રોડ પાસે મિત્રો સાથે ઉભો હતો ત્યારે અચાનક જ ઉગા જગુ અદગામા અને વિઠ્ઠલ જીવણ અદગામા નામના બે શખ્સ લાકડીઓ લઈને આવતા દીપકના અન્ય મિત્રો વંડી ઠેકી કારખાનામા ઘુસી ગયા હતા જ્યારે દિપક પાછળ રહી જતા બન્નેએ કારણ વગર લાકડી વડે માર માર્યો હતો.

- text

વધુમાં દીપકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાનો કોઈ વાંક ન હોવા છતાં વિઠ્ઠલ અને ઉગાએ જતા જતા કહ્યું હતું કે, જો આ લોકો સાથે ઉભો રહીશ તો જાનથી પતાવી દેશું. આ ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text