બગથળા ગામે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ

- text


 

લોધીકા તાલુકાના હરીપરપાળ ગામના શખ્સ પોતાના ટ્રેકટર પાછળ બાંધીને ટ્રોલી ચોરી ગયાનું ખુલ્યું

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં ચોરીને અંજામ આપનાર લોધીકા તાલુકાના હરીપરપાળ ગામના શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોકમાંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી થયેલ હોય અને આ બનાવ અંગે તાલુકા પોલીસમાં પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી તેમજ આઉટસોર્સના માધ્યમથી ગુન્હો શોધી કાઢવા કામે લાગી હતી.

- text

આ દરમિયાન બાતમી મળેલ કે, ટ્રોલીની રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના હરીપરપાળ ગામના મુકેશભાઇ બાબુભાઇ કોળીએ ચોરી કરેલ છે. આ હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફથી ટીમ બનાવી તાત્કાલીક તપાસમાં જવા ટીમ રવાના કરતા મુકેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ ૩૭, રહે. ગામ હરીપરપાળ, તા.લોધીકા, જી.રાજકોટ વાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપી છે.

આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ ટ્રોલી રજી.નં. GJ-03-1-6635 કિં.રૂ.૩૦,૦૦૦/- તથા ટ્રોલી લઇ જવામાં ઉપયોગમાં લીધેલ લાલ કલરનુ મહિન્દ્રા કંપનીનુ ટ્રેકટર રજી.નં. GJ-10-K-2611 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ B.3.3,30,000/ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા, પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. આઇ.એમ અજમેરી, જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી, દિલીપભાઇ ગેડાણી રોકાયેલ હતા.

- text