મોરબીમાં કોન્ટ્રાકટરનું અપહરણ કરનાર બન્ને શખ્સોનો કબજો લેતી પોલીસ

- text


જોડીયા પોલીસ પાસેથી મોરબી પોલીસે બન્ને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો

મોરબી : મોરબીમાં અપહરણમાં ગુનામાં સ્કોર્પિયો કારમાં નાશી છુટ્યા બાદ બે આરોપીઓએ જામનગરના જોડીયાના ભાદરા પાટીયા પાસે નાકાબંધી તોડી પીએસઆઈ સહિત ૬ પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કરતાં પોલીસે ૩ રાઉન્ડ ફાયરીંગ કરી ફિલ્મી ઢબે પીછો કરી બન્ને અપહરણકર્તાઓને હાડાટોડા ગામની સીમમાંથી ઝડપી લીધા બાદ મોરબી પોલીસે આ બન્ને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લેબર કોન્ટ્રાકટર હિતેશ રામાવતનું અપહરણ કરાયા પછી બે શખસો સ્કોર્પિયો કાર લઈને જોડિયા તરફ નાસી જતા મોરબી એસ.પી.એ જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને જાણ કરતા જોડીયા પોલીસે નાકાબંધી કરી સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોલીસને જોઈને ફુલ સ્પીડમાં સ્કોર્પિયો ચલાવીને પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ દુર ખસી જતા આરોપીઓ આડશ તોડીને નાસ્યા હતાં. આથી પોલીસે સ્કોર્પિયોની પાછળ ૩ રાઉન્ડ ફાયરીંગ કરીને ફિલ્મી ઢબે પીછો કરી હાડાટોડા ગામની સીમમાંથી સલીમ દાઉદભાઈ માણેક (રે.મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક) અને રફીક ગફુરભાઈ મોવર (રે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક) નામના બન્ને શખસોને ઝડપી લીધા હતાં.

- text

આ ચકચારી અપહરણ કેસમાં તપાસ કરી રહેલી મોરબી પોલીસે અગાઉ યુવતીની ઘરપકડ કર્યા બાદ જોડીયા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટને આધારે આરોપી સલીમ દાઉદભાઈ માણેક (રે.મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક) અને રફીક ગફુરભાઈ મોવર (રે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક) નો કબ્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text