લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી યુવાનનો આપઘાત

- text


વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે બનેલો અરેરાટી ભર્યો બનાવ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં ઉત્તરપ્રદેશના વતની યુવાને લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અયોટા સીરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની વિનયકુમાર શિવપૂજનસિંહ કુર્મી ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર અશ્વમેઘ હોટલ પાસે લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text