મોરબીને એફએમ રેડિયોની સુવિધા આપવા ધારાસભ્યને રજૂઆત

- text


મોરબી : વિકાસની હરણફાળ ભરી રહેલા અને ઔધોગિક ક્ષેત્રે ગતિથી આગળ વધી રહેલા મોરબી શહેરને એફએમ રેડિયોની સુવિધા આપવા માટે મોરબીના શૈલેષભાઈ લવાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે.

- text

શૈલેષભાઈ લવાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીની સુખ સુવિધામાં વધારો કરવા માટે આપ હંમેશા તત્પર રહ્યા છો ત્યારે મોરબી સમગ્ર ગુજરાતમાં ઔધોગિક દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. ત્યારે મોરબી શહેરની સમસ્ત જનતા મોરબી શહેરી વિસ્તારને એફએમ રેડિયોની સુવિધા મળે તે માટે આતુરતાથી રાહ જોઈ રહી છે. તેથી મોરબીની જનતાની આતુરતાનો અંત લાવવા પ્રયાસ કરશો અને મોરબીને એફએમ રેડિયોની સુવિધા મળે તેવી અપેક્ષા અને વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

- text