મોરબીના મહારાણા પ્રતાપ સર્કલે અંધારા ઘપટ 

- text


હાઈમાસ્ક લાઈટ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી રાત્રે અંધારપટ

મોરબી : મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઇમાસ્ક લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી રાત્રે અંધારપટ છવાઈ જાય છે. રાત્રે અંધારું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી તંત્ર આ સ્થળે તાકીદે હાઈમાસ્ક લાઈટો ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીમાં જ્યારે જરૂર ન હોય ત્યારે એટલે કે દિવસે ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોના અજવાળા ધોળા દિવસે પણ પ્રકાશિત થતા રહે છે. કોના બાપની દિવાળીની જેમ ઘણા સમયથી આ ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતી હોવા છતાં આ બાબતે નજરઅંદાજ કરાતો હોવાથી વીજળીનો બેફામ દુરુપયોગ થાય છે અને જ્યારે જરૂર હોય એટલે રાત્રે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવાની હોય પણ ઘણા વિસ્તારમાં રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ રહે છે. જેમાં મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઇમાસ્ક લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. શહેરનો આ મુખ્ય વિસ્તારમાં હોય મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય ત્યારે હાઈમાસ્ક લાઈટો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલી પડે છે. તેથી તંત્ર તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં બંધ હાઈમાસ્ક લાઈટ ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે.

- text