B.Sc Sem 1ના પરિણામમાં નવયુગ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ ચમક્યા

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 1 ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરી પ્રથમ 4 સ્થાન મેળવ્યા છે.

B.Sc. Sem 1 ના પરિણામમાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે નવયુગ મહિલા સાયન્સ કોલેજની માલવત કૌશર ૯૧.૨૭%, દ્વિતીય નંબરે ચૌહાણ વૈશાલી ૯૦.૩૬%, તૃતીય નંબરે પાનેસરા પ્રિયાંશી ૮૯.૦૯%, ચતુર્થ નંબરે બાવરવા પાયલ ૮૭.૪૫% મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે B.Sc માં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે. પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.

- text

આ સાથે નવયુવ B.Sc ના દરેક સેમેસ્ટરમાં જિલ્લામાં ટોચનો નંબર પ્રાપ્ત કરતી એકમાત્ર કોલેજ છે. સર્વશ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલાએ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- text