વાંકાનેર ટાઉન હોલ નજીક જાહેરમાં પાના ટીચતા છ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના ટાઉન હોલ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી છ ઇસમોને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે ટાઉનહોલ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયેશભાઈ માત્રાભાઈ બાંભવા, ગોપાલભાઈ દેવાભાઈ ગમારા, રવિભાઇ કાળુભાઇ વસાણીયા, સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા, મેહુલભાઈ વિનયચંદ મારૂ અને સંજયભાઈ બાબુભાઈ દેગામાને રોકડા રૂપિયા 10,300 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી વાંકાનેર સીટી પીઆઇ કે.એમ.છાસીયા, પીએસઆઇ, ડી.વી.કાનાણી, હેડ.કોન્સટેબલ યશપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી તથા પ્રતિપાલસિંહ વાળાએ કરી હતી.

- text