મોરબીમાં નિવૃત આર્મીમેનનું ભવ્ય સન્માન કરાયું 

- text


ધારાસભ્ય કાંતિભાઈ હાજરીમાં નિવૃત આર્મીમેને બિરદાવાયા 

મોરબી : મોરબીમાં નિવૃત્ત આર્મીમેનનો નિવૃત્તિ સમારોહ ધામધૂમથી યોજાયો હતો.ધારાસભ્ય કાંતિભાઈ હાજરીમાં નિવૃત આર્મીમેનનું ભવ્ય સન્માન કરાયું હતું.

મૂળ મોરબીના રહેવાસી અને આર્મી તેમજ ભારત સરકારની વિવિધ શાખામાં વયનિવૃત થયેલા આર્મીમેન નારણભાઈ ખીમજીભાઈ સોલંકીનો તાજેતરમાં વયનિવૃત્તિ તેમજ સ્નેહ સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમજ તેમની અને સમાજના વિવિધ અગ્રણીઓની હાજરીમાં નિવૃત થયેલા આર્મીમેન નારણભાઈ સોલંકીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાસ ગરબા, તાવા પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા ગૌતમભાઈ સોલંકી સહિત સોલંકી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text