મોરબીમાં સસ્તા અનાજની 3 દુકાનના લાયસન્સ રદ

- text


અગાઉ ફરિયાદો સંદર્ભે નોટિસો ફટકારવા છતાં ગંભીરતાથી ન લેતા સખત કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબીમાં પુરવઠા તંત્રએ ત્રણ સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ રદ કરી દીધા છે. જેમાં અપૂરતો પુરવઠો આપતા હોવાની ફરિયાદો સંદર્ભે તવાઈ ઉતારી છે. જો કે, અગાઉ ફરિયાદો સંદર્ભે નોટિસો ફટકારવા છતાં ગંભીરતાથી ન લેતા આ સખત કાર્યવાહી કરાઈ હતી.

મોરબી જિલ્લા પૂરવઠા અધિકારી ડી.સી. પરમારે જણાવ્યું હતું કે, માળીયામાં આવેલ ગ્રાહક સેવા ભંડાર નામની સસ્તા અનાજની દુકાનની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં અન્ન પુરવઠો આવ્યો હોય છતાં રેશનકાર્ડ ધારકોને આપતા ન હોય તેમજ અન્ન પુરવઠો પૂરતા પ્રમાણમાં ન આપીને ઓછો આપતા હોવાથી અગાઉ આ સસ્તા અનાજની દુકાનના ધારક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાં પણ આ સસ્તા અનાજની દુકાનમાં અગાઉ જેવી જ લોલમલોલ ચાલુ રહેતા હવે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાંકાનેરમાં સમથેરવામાં આવેલ ગ્રાહક સેવા ભંડાર નામની સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનના માલિક જસુબેન ગમારાના હોય આ સસ્તા અનાજની દુકાન બે વર્ષથી બંધ રાખવામાં આવી હતી.આથી નોટિસો ફટકારવા છતાં આ સસ્તા અનાજની દુકાન ખોલવામાં આવી ન હતી.આથી હાલ આ સસ્તા અનાજની દુકાનનું પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત માળિયાના જમાલશા જુસબશા ફકીરે ગત માસમાં ગરીબ રાશનકાર્ડ ધારકોને જથ્થો વિતરણ ન કરતા લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં કુલ 285 જેટલી સસ્તા અનાજની દુકાનો છે. જેમાંથી 33 સસ્તા અનાજની દુકાનો ચાર્જમાં ચાલે છે.જ્યારે હાલ 10 સસ્તા અનાજની દુકાનોના જાહેરનામાં જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે એનએફએસએનો મોરબી જિલ્લાનો 100 દિવસમાં 5 હજારનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ સામે જાન્યુઆરીમાં 1 હજાર લોકોને એનએફએસએમાં સમાવેશ કરાયો છે.એટલે હાલ મોરબી જિલ્લામાં 1,35,957 લોકો એનએફએસએ યોજનાનો લાભ લઇ રહ્યા છે.

- text