હળવદની ધનાળા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

- text


હળવદ: તાલુકાના જૂના ધનાળા ગામની શાળા ધનાળા પે. સે. શાળામાં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી.આ કાર્યક્રમની સવિશેષ વાત એ હતી કે ધ્વજવંદન કરવા માટે અને ચીફ ગેસ્ટ તરીકે ગામની સૌથી વધુ ભણેલી દીકરીને બોલવવામાં આવી હતી અને તેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી કાર્ય થકી ગામની દીકરીઓને વધુ ને વધુ અભ્યાસ મેળવવા પ્રોત્સાહન મળ્યું હતું.

- text

- text