હર હર મહાદેવ શિક્ષકે મહાદેવ બની તાંડવ નૃત્ય કર્યું

- text


વાંકાનેરના કાછીયાગાળા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રજાસતાક પર્વની અનેરી ઉજવણી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામનની શાળામાં 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે શિક્ષકે મહાદેવનો વેશ ધારણ કરી અદભુત શિવ તાંડવ નૃત્ય રજૂ કર્યું હતું તો વિદ્યાર્થીનીઓ પણ માતાજીની વેશભૂષામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.

વાંકાનેર તાલુકાની કછીયાગાળા પ્રા. શાળામાં તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ શાળાના શિક્ષક પરેશભાઈ બાવળિયા દ્વારા મહાદેવનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો અને બાળકો અને મહાદેવ દ્વારા તાંડવ નૃત્ય કરવામાં આવ્યું હતું.

શાળાની બે વિદ્યાર્થીનીઓએ માં ખોડીયાર અને માં મેલડીનો વેશ ધારણ કર્યો હતો. બાળકોને તૈયારી કરાવવામાં શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.ગામલોકોએ સાથ સહકાર આપી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

- text

- text