માધવનગર (ટીકર રણ) ખાતે તા.2એ નવચંડી યજ્ઞ અને ખોડિયાર માતાજીનો માંડવો 

- text


હળવદઃ તાલુકાના માધવનગર (ટીકર રણ) ખાતે દિનેશભાઈ મોહનભાઈ એરવાડિયાના આંગણે આગામી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ નવચંડી યજ્ઞ અને ખોડિયાર માતાજીનો માંડવો યોજાશે.

દિનેશભાઈ એરવાડિયાના નિવાસ સ્થાને તારીખ 1 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સાંજે 4 કલાકે માટી મુહૂર્ત છે. જ્યારે 2 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ સવારે 6-30 કલાકે માંડવો રોપવાનું મુહૂર્ત છે. તો સવારે 7-30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. જ્યારે બપોરે 1-30 કલાકે શ્રીફળ હોમવાનું આયોજન છે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર ભરતભાઈ, મુકેશભાઈ રાવળ, મુખ્ય રાવળ હેમુભાઈ અને લોક સાહિત્યકાર રાજુભાઈ આહીર અને લોક સાહિત્યકાર રાજુભાઈ સાકરીયા ઉપસ્થિત રહેશે. યજ્ઞના યજમાન પદે હર્ષભાઈ ભટ્ટ અને માતાજીના ભુવા ભાણજીભાઈ ટીકરવાળા બિરાજશે. જ્યારે 3 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ સવારે 7-30 કલાકે માંડવો વધાવવાનું મુહૂર્ત છે.

- text

- text