મોરબીની અણીયારી શાળામાં તેજસ્વી છાત્રોના સન્માન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

- text


મોરબી: તાલુકાની અણીયારી પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે તેજસ્વી તારલાઓને નાથાભાઈ બાવરવા તેમજ બચુભાઈ વરસડા તરફથી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત રમતગમત હરિફાઈમાં બાબુભાઈ અલગામા તરફથી ઈનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક બાળકોને દીપકભાઈ ડઢાણીયા, ખોડાભાઈ લોરીયા, દિલીપ ડઢાણીયા તેમજ દિનેશભાઈ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. ગામના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

- text

- text