29મીએ મોરબીમાં દિવ્યાંગ બાળકોનો દેશભક્તિ સાંકૃતિક કાર્યક્રમ યોજાશે

- text


માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા અનેરું આયોજન

મોરબી : મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા તા.29.01.23 ને રવિવારના રોજ બપોરે 4.00 વાગ્યે રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ કંપાઉન્ડ ખાતે વસંત પ્લોટ, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં મોરબી ખાતે દેશભક્તિને અનુરૂપ સાંકૃતિક કાર્યક્રમનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથરશે

- text

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા હાલ રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ મોરબી ખાતે હાલ કાર્યરત છે, જેમાં હાલ સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે, આ બાળકો પોતે પગભર થાય પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે,સમાજ આ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપે એવા શુભાષયથી દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભવના,રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથરશે. તો આ કાર્યક્રમ નિહાળવા અને દિવ્યાંગ બાળકોને અને એમની સાથે કામ કરતા અને આ બાળકોને જીવનના પાઠ શીખવતા તમામ શિક્ષિકા બહેનો તેમજ ટ્રષ્ટિ મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા,દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવા વગેરે મોરબીના તમામ સુજ્ઞ નાગરિકો,નગરજનોને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવેલ છે.

- text