મોરબીના ગલી ક્રિકેટરો થઈ જાવ તૈયાર : બોક્સ ક્રિકેટ લીગનું ધમાકેદાર આયોજન

 

થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે ટુર્નામેન્ટ : 64 ટિમો ભાગ લઈ શકશે, વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન

6 પ્લેયરની અફલાતૂન અને અનોખી ક્રિકેટ ગેમ, પોતાની સ્ક્વોડ સાથે મેદાનમાં ઉતરીને મજા લ્યો : વિજેતાને આકર્ષક ઇનામ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ક્રિકેટરો તૈયાર થઈ જાવ. થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા બોક્સ ક્રિકેટ લીગનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો તમારી સ્કવોડ સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આજે જ સંપર્ક કરો.

રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી શ્રેષ્ઠ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. 105 ફૂટ/ 70 ફૂટના આ ગ્રાઉન્ડની હાઈટ 30 ફૂટ છે. અને તે આર્ટિફિશયલ ગ્રાસથી સજ્જ છે. આ ગ્રાઉન્ડ ઉપર બોક્સ ક્રિકેટ લીગ 6 v/s 6નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 64 ટિમો વચ્ચે જંગ ખેલાશે.

આ ટુર્નામેન્ટમાં 6 પ્લેયર્સની ટિમ રહેશે. જેની એન્ટ્રી ફી માત્ર રૂ. 3000 છે. ફાઇનલ વિજેતાને રૂ. 25000નું ઇનામ, સેકન્ડને રૂ. 10000 અને એલમીનેટર્સને રૂ. 5000નું ઇનામ મળશે. આ ટુર્નામેન્ટના 10 ઓવરની ઇનિંગ રહેશે. એક પ્લેયર 2 ઓવર નાખી શકશે. તમામ નિયમો ઇન્ટરનેશનલ ક્રિકેટના લાગુ પડશે. માત્ર LBW અને લેગ બાય રન નહિ ગણાય. રૂફને બોલ ટચ થાય તો બાઉન્ડ્રી કે વિકેટ નહિ ગણાય. અમ્પાયરનું ડિસીઝન ફાઇનલ ગણાશે. અન્ય નિયમો મેચ સમયે જણાવાશે.

ઉલ્લેખનીય છે કે થ્રિલ એન્ડ ચિલ ગ્રુપ દ્વારા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેમ ઝોન રેસ્ટોરન્ટ કાફે પણ ટૂંક સમયમાં ચાલુ કરાશે. હાલ મોરબીવાસીઓ માટે બોક્સ ક્રિકેટ લીગનું ધમાકેદાર આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવો ખરેખર એક લ્હાવો હશે. રજીસ્ટ્રેશન માટે મો.નં. 9925222838 ઉપર સંપર્ક કરો.