દીપડો મોરબીના અદેપર સુધી પહોંચી ગયો, ખેડૂતો ભયભીત

- text


રવિ સીઝનમાં વાવેતર ઉભા હોય દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ

મોરબી : વાંકાનેર પંથકમાં દીપડા હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે હવે દીપડો મોરબી તાલુકાના અદેપર સુધી પહોંચી જતા ખેડૂતો ભયભીત બન્યા છે અને હાલ રવિ સિઝનમાં પાક લહેરાતો હોય દીપડાના ભયે દિવસે વીજળી આપવા માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પંથકમાં દીપડાઓ એકાતરા બે દિવસે ગમે ત્યાં દેખા દઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના અદેપર ગામની સીમમાં દીપડાએ દેખા દેતા સીમમાં રાતના સમયે વાડીએ પાણી પાવા જતા ખેડૂતો ભયભીત થયા છે અને હાલમાં રવિ સીઝનના પાક તૈયાર થવાની અણીએ હોય ખેડૂતોને રાત્રીને બદલે દિવસે વીજળી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા ગામના સરપંચ દ્વારા ધારાસભ્ય સમક્ષ માંગ કરવામાં આવી છે.

- text

- text