ચકલી ઘરમાં કંકોતરી : મોરબીના કગથરા પરિવારનો જીવદયા અભિગમ 

- text


જીવદયા માટે સેવારત રહેતા વરરાજા અભિજીતભાઈએ કાયમી યાદગીરી અને ચકલી બચાવો ઝુંબેશને વેગવાન બનવવા કર્યો અનેરો પ્રયાસ 

મોરબી : લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે અવનવી ડિઝાઇન વાળી ભભકાદાર કંકોતરી છપાવવાનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોઈ પર્યાવરણ બચાવવા ડિજિટલ કંકોતરી મોકલે છે તો કોઈ વનસ્પતિના બીજ વાળી નૈસર્ગીક કંકોતરી છપાવે છે ત્યારે મોરબીના જીવદયા પ્રેમી વરરાજા અભિજીતભાઈ કગથરાએ ચકલીઘર રૂપે અનોખી કંકોતરી બનાવડાવી ચકલી બચાવો અભિયાનને વેગવંતુ બનાવવા સનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

મૂળ મોડપર ગામના વતની અને હાલમાં મોરબીના નાની કેનાલ રોડ ઉપર રહેતા અખંડ સૌભાગ્યવતી સંગીતાબેન અને વાસુદેવભાઇ ભાણજીભાઇ કગથરાના સુપુત્ર ચિરંજીવી અભિજીતભાઈના (યશ) લગ્ન લેવાયા છે. આગામી તા.1ફેબ્રુઆરીના રોજ ચિરંજીવી અભિજીતભાઈ (યશ) ચિરંજીવી જલ્પાબેન સાથે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા હોય કગથરા પરિવારના આંગણે શરણાઈના સુર રેલાવાની શરૂઆત થઇ છે ત્યારે જીવદયા પ્રેમી વરરાજા અભિજીતભાઈ કગથરાએ ચકલી બચાવો અભિયાનને વેગવાન બનાવવા પોતાના લગ્નની કંકોતરીને ચકલીઘર સ્વરૂપે બનાવડાવી છે.

વરરાજાના પિતા વાસુદેવભાઇ ભાણજીભાઇ કગથરાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના સુપુત્ર ચિરંજીવી અભિજીતભાઈ જીવદયાપ્રેમી છે અને જીવદયા સંસ્થા સાથે જોડાયેલ હોય લગ્નમાં ચકલીઘર સાથેની કંકોતરી બનાવવા નક્કી કર્યું હતું. હાર્ડબોર્ડ મટિરિયલથી બનેલ આ ચકલીઘર રૂપી એક કંકોતરી પાછળ રૂપિયા 100નો ખર્ચ થયો હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

- text