હળવદ પંથકમાં સઘન વિજ ચેકિંગ યથાવત, વધુ રૂ.11.85 લાખની વીજચોરી ઝડપાઇ

- text


ખેતીવાડીના 14 અને રહેણાંકના 13 મળી કુલ 27 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી

મોરબી : હળવદ પંથકમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે વીજ ચેકિંગ યથાવત રહ્યું હતું અને ફરી વીજ ચેકિંગ ટુકડીઓ હળવદ પંથકને ધમરોળી વીજ ચેકિંગ કરતા ખેતીવાડીના 14 અને રહેણાંકના 13 મળી કુલ 27 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી વધુ રૂ.11.85 લાખની વીજચોરી ઝડપાઇ હતી.

- text

મોરબી પીજીવીએલ કચેરી દ્વારા હળવદ વિભાગીય કચેરી હેઠળના હળવદ શહેર, ગ્રામ્ય, ચરાવડા સહિતના પંથકમાં વીજચોરી ઝડપી લેવા માટે જામનગર, ભુજ, અંજાર, મોરબી સહિતની 22 વીજ ચેકિંગ ટીમો ત્રાટકી હતી અને આ વીજ ચેકિંગ ટુકડીઓએ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંકના 78, ખેતીવાડીના 77 મળીને 155 વીજ કનેક્શનો ચેક કરતા ખેતીવાડીના 14 અને રહેણાંકના 13 મળી કુલ 27 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી રહેણાંકના રૂ.5.40 લાખ અને ખેતીવાડીના રૂ.6.45 લાખ મળીને કુલ રૂ.11.85 લાખના વીજ બિલ ફટકારવામાં આવ્યા હતા.

- text