મોરબીમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં વધુ બે આરોપી ઝડપાયા

- text


 

કુલ પાંચમાંથી 4 ઓરોપીની ધરપકડ, હજુ એક ફરાર

મોરબી : મોરબીમાં લોન આપવાના નામે સ્ત્રી પાત્ર અવાર – નવાર મીઠી -મીઠી વાતો કરી અને બાદમાં આ સ્ત્રીનો પતિ ભોગ બનનારને કેમ મારી પત્નીને વિડીયો-વોટ્સએપ કોલ કરીશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી સમાધાનના નામે ટોળકીએ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામનો યુવાન પાસેથી 10 લાખની માંગણી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને બે આરોપીઓને દબોચી લીધા બાદ વધુ બે આરોપીઓને ઝડપી લીધા હતા.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને જેતપર ગામે એગ્રોની દુકાનમાં નોકરી કરતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા નામના યુવાનને દોઢેક મહિના પહેલા વોટ્સએપ કોલ ઉપર પ્રિયા નામની યુવતીનો ફોન કરીને લોન આપવાના નામે મીઠી મીઠી વાતો કરી બાદમાં પોતાને એક લાખ રૂપિયાની જરૂર હોય એક લાખ ઉછીના આપવા માંગણી કરતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાએ ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. આથી શ્યામ રબારી નામના શખ્સે યુવાનને ફોન કરી તું ઘણા સમયથી મારી પત્ની સાથે ફોનમાં કેમ વાત કરે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

સમગ્ર રેકેટમા કૃણાલભાઇએ શ્યામ રબારીની ધમકી અંગે તેના જ બંગાવડી ગામે રહેતા મિત્ર જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શનાળા ગામે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણાને સમગ્ર બનાવ અંગે જાણ કરતા આ બન્નેએ શ્યામ રબારી માથાભારે હોય પ્રકરણ પૂરું કરવા માટે પૈસા આપવા પડશે નહિતર એ તને મારી નાખશે એવો ડર બતાવી આ બનાવનું સમાધાન કરવાના નામે 10 લાખ માંગ્યા હતા અને ધમકીઓ આપવાનું ચાલુ રાખતા અંતે કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી તાલુકા પોલીસે હાલ આ ચીટર ગેંગના સાગરીત એવા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શનાળા ગામે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણાને ઝડપી લીધા બાદ મયુરભાઈ ખટાણા અને બિનલબેન દોશીને પણ ઝડપી લીધા હતા. જ્યારે આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે અગાઉ રાજકોટમાં અપહરણ અને ખંડણીનો ગુન્હો નોંધાયો હોવાનું ખુલ્યું છે. હજુ એક આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text