મોરબીના મહેન્દ્રનગરમાં 20મીએ અકસ્માત વીમા પોલિસી કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ભારત સરકારના પોસ્ટલ વિભાગના ઉપક્રમે શુક્રવારે તા.20ના રોજ દસ લાખના અકસ્માત વીમા પોલિસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં સરકારની કલ્યાણ અને “સહકાર” નીતિના પગલે ફક્ત રૂપિયા 400માં (365 દિવસ માટે ) 10 લાખનો અકસ્માત વિમો આપવામાં આવશે. ઘરમાં કમાનાર વ્યક્તિને દુર્ઘટનાથી કાયમી અપંગતા – લકવો વગેરેમાં (શરતોને આધીન) વીમાની રકમ તેમજ તેના બે બાળકોને ભણાવવા માટે એક-એક લાખની મદદ પણ મળી શકે છે. આ કેમ્પ મહેન્દ્રનગરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે તા.20ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે.જેનો લાભ 18 થી 65 વર્ષના ભાઈઓ-બહેનો લઈ શકે છે.આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોકીંયુમેન્ટ સાથે લાવવાના રહેશે. તેમ મહેન્દ્રનગરના પોસ્ટ માસ્ટર નરેન્દ્ર મેરજાની યાદીમાં જણાવાયું છે.

- text

- text