મોરબીમાં પતંગની દોરીમાં ફસાયેલ કબૂતરનો જીવ બચાવાયો 

- text


મોરબી : મોરબીમાં ઉતરાયણ પર્વ ઉપર દરેક આગાશીથી આભની અટારીએ પતંગ યુદ્ધ જામ્યું હતું. પતંગ રસિકોની પતંગ ચગાવવાની મોજ ગગનમાં વિહાર કરતા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ હતી. પતંગની કાતિલ દોરી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં સેવાભાવી યુવાનો દ્વારા પતંગની દોરીમાં ફસાયેલ કબૂતરનો જીવ બચાવાયો હતો.

મોરબીના સામાંકાંઠે આવેલ વૃષભનગર-5 સોસાયટીમાં ઉતરાયણના દિવસે એક કબૂતરના ગળામાં અને પાંખમાં પતંગની દોરી ફસાઈ જતા આ પક્ષીનો જીવ જોખમમાં મુકાય ગયો હતો.તેથી સ્થાનિક જનકસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા તેમજ ભગીરથસિંહ ઝાલાએ આ કબૂતરના ગળા અને પાંખમાંથી કાંતિલ દોરી કાઢી પ્રાથમિક ઉપચાર કરીને તેનો જીવ બચાવ્યો હતો.

- text

- text