ટંકારામાં કાળમુખા સ્પીડબ્રેકરથી અકસ્માતોની હારમાળા 

- text


ઈચ્છાધારી સ્પીડબ્રેકર ગમે ત્યારે હટે અને ગમે ત્યારે પ્રગટ થાય તેવી સ્થિતિમાં સફેદ પટ્ટા ન કરવામાં આવતા અજાણ્યા વાહનો અકસ્માતનો બને છે ભોગ : વિદ્યાર્થી એકતા સંગઠન લડત આપવા મેદાને

ટંકારા : રાજકોટ -મોરબી હાઇવે ઉપર ટંકારા ઓવરબ્રિજ ઉતરતા પોલીસ ચોકી સામે તંત્ર દ્વારા ઈચ્છાધારી સ્પીડબ્રેકર મુકવામાં આવ્યું હોય ગમે ત્યારે પ્રગટ થતા અને ગમે ત્યારે અદ્રશ્ય થઈ જતા આ સ્પીડબ્રેકરથી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે, ખાસ કરીને તંત્ર દ્વારા આ સ્પીડ બ્રેકર ઉપર સફેદ કલરના પટ્ટા મારવાની તસ્દી લેવામાં ન આવતા નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ટંકારા પોલીસ સ્ટેશનના સામે રાજકોટ – મોરબી રોડ ઉપર ઓવરબ્રીજ ઉતરતા જ તંત્ર દ્વારા બનાવેલ સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા મારવામાં ન આવ્યા હોવાથી વાહન ચાલકોને સ્પીડ બ્રેકર નજીક આવ્યા બાદ જ દેખાતું હોય અકસ્માતો રોજિંદા બન્યા છે. ગત શુક્રવરે પણ આવી જ એક ઘટનામાં ઈકો કાર ચાલકે બ્રેક મારતા પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

- text

વધુમાં આ મામલે ટંકારાના વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા ધટતુ કરવા માંગ કરી વારંવાર બનતા અને હટાવવા આવતા સ્પીડ બ્રેકરને કાયમી દૂર કરવામાં દેવામાં નહી આવે તો આગામી શિવરાત્રીએ રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત સમયે આ મુદ્દો ઉઠાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

- text