મોરબીમાં વ્યાજખોરે 10 ટકા ઉંચા વ્યાજે નાણાં આપી અલ્ટો કાર પડાવી લીધી

- text


મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી શહેરના ધરમપુર રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનને 10 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણા આપી વ્યાજખોરે ચાર વર્ષ સુધી વ્યાજ વસૂલ્યા બાદ અલ્ટો કાર પડાવી લઈ વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા રેન્જ આઇજીના લોક દરબારમાં રજુઆત બાદ વ્યાજખોર વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધરમપુર રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ઇકબાલભાઇ કરીમભાઇ સમાતરી નામના યુવાને મોરબી કંડલા બાયપાસ ઉપર રહેતા પ્રતીકભાઇ દશરથભાઇ ડાયમા પાસેથી રૂપિયા સાડાપાંચ લાખ વર્ષ 2019માં 10 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં વ્યાજખોર પ્રતીકે બળજબરી પૂર્વક વ્યાજની વસુલાત કરી ઇકબાલભાઇ પાસેથી ધાકધમકી આપી અલ્ટો કાર પડાવી લઈ વ્યાજ પેટે રૂપીયાની ઉઘરાણી ચાલુ રાખતા ગઈકાલે રેન્જ આઇજી સમક્ષ રજુઆત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર પ્રતીકભાઇ દશરથભાઇ ડાયમા વિરુદ્ધ આઇપીસી કલમ 394, 387 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text