સાડાત્રણ લાખના 19.60 લાખ વસૂલવા વ્યાજખોરોની જમીન પચાવી પાડવા ધમકી

- text


મોરબીના યુવાને રેન્જ આઇજીના લોકદરબારમાં રજુઆત કરતા માળિયા પોલીસ મથકમાં બે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર રહેતા યુવાને માળીયા તાલુકાના બે શખ્સ પાસેથી રૂપિયા સાડાત્રણ લાખ વ્યાજે લીધા બાદ વ્યાજખોરોએ સાડાત્રણ લાખના 19.60 લાખ વસૂલવા વ્યાજખોરોની જમીન પચાવી પાડવા ધમકી આપતા રેન્જ આઇજીના લોક દરબારમાં પીડિત યુવાને રજુઆત કરતા બે વ્યાજખોરો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર ઉમા રેસીડન્સીમાં રહેતા માળીયા તાલુકાના નાની બરાર ગામના વતની રાજેશભાઇ શામજીભાઇ જોટાણીયાએ નાણાકીય જરૂરિયાત ઉભી થતા ખાખરાળાં ગામના જીતુભાઇ આયદાનભાઇ ગજીયા અને કુલદિપભાઇ દરબાર પાસેથી 3.51 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બાદમાં બન્ને વ્યાજખોરોએ 3.51 લાખના બદલામાં કાગળો ઉપર સહી કરાવી લઈ રૂપિયા 19.60 લાખની અવેજીમા ખેતીની જમીન પચાવી પાડવાની ધમકી આપી અને વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પઠાણી ઉઘરાણી કરતા પીડિત યુવાને ગઈકાલે રેન્જ આઇજીના લોકદરબારમાં રજુઆત કરી હતી.

- text

જેને પગલે માળીયા પોલીસ મથકમાં ખાખરાળાં ગામના વ્યાજખોર જીતુભાઇ આયદાનભાઇ ગજીયા અને કુલદિપભાઇ દરબાર વિરુદ્ધ આઇપીસી કલમ 506,114 અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ અન્વયે ગુન્હો નોંધી બન્ને વ્યાજખોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text