જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પવનચક્કીના વીજપોલ મામલે તડાપીટ

- text


અંબાનગરને અલગ પંચાયત તેમજ હરિપર(ભૂં)ને અલગ રેવન્યુ મંજુરી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ટંકારા, માળીયા અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોની પવનચકીથી વીજળી સબ સ્ટેશનને જોડતા માર્ગ વચ્ચે વીજ પોલ આડેધડ નંખાતા હોવાનો આક્ષેપ કરી સભ્યોએ તડાપીટ બોલાવી હતી સાથે જ એક ગ્રામ પંચાયતનું વિભાજન અને અન્ય ગ્રામ પંચાયતને અલગ રેવન્યુ દરજ્જો આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મોરબી તાલુકાની હજનાળી ગ્રામ પંચાયતમાંથી અંબાનગર ગ્રામ પંચાયતને અલગ સ્વતંત્ર બનાવવા અને ટંકારા તાલુકાના ભૂતકોટડા ગ્રામ પંચાયતમાંથી હરિપર (ભું) ગ્રામ પંચાયતને રેવન્યુ રકબમાં ફેરફાર કરવાની મંજુરી આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં ટંકારા, માળીયા અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોની પવનચકીથી વીજળી સબ સ્ટેશનને જોડતા માર્ગ વચ્ચે લાગતા તારમાં પોલ આડેધડ નાખવામાં આવતા હોય જેના કારણે ગ્રામ્ય વિસ્તારોની મુશ્કેલી થઈ રહ્યાની રજુઆત કરવામાં આવી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની નાની સિંચાઇ મુદ્દે સવાલ ઉઠાવીને તડાપિટ બોલાવી હતી. તેમજ મોરબી જિલ્લા પંચાયતમાં ખાલી જગ્યા તેમજ મહેકમ મુદ્દે પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા.

- text

આ ઉપરાંત મોરબી તાલુકાના અંબાનગર અલગ ગ્રામ પંચાયત જ્યારે ટંકારા હરીપર(ભુ)ને અલગ રેવન્યુ મંજૂરી આપવામાં આવી હતી. તેમજ 15માં નાણાંપંચના જિલ્લા કક્ષાના 10 ટકાના વર્ષ 2023-24ના બાકી રહેલા આયોજનને મંજુર કરવા, 15માં નાણાંપંચના 2020-21 અને 2021-22ના કામો રદ કરવા, જિલ્લા પંચાયતના સ્વભંડોળની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી ચાલુ વર્ષના વિકાસ કામોના આયોજન, વર્ષ 2021-22ના રેતી કંકરના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી તેમજ રેતી કંકરના હેતુફેર થયેલા કામોને મંજૂરી, 2022-23ના સ્વભંડોળની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી રજૂ થયેલા કામોને મંજૂરી, જિલ્લા પંચાયત માટે સોલાર રુફટોપને મંજુરી આપવામાં આવી હતી.

- text