કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો જાગૃત થાય તે અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો વાકેફ થાય તેવા હેતુ સાથે પ્રગતિશીલ ખેડૂત અને ખેતી સંલગ્ન અધિકારી માટે આ પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાસાયણિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિરેક વપરાશથી જમીન, જળ અને પર્યાવરણ ઉપર થતી આડઅસર વિશે વિસ્તૃત માહિતી નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો. એમ. કે. વાડીયાએ આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

- text

- text