એ…… ગઈ…. ટંકારા નજીક વેગનઆર રોડ નીચે ખાબકી

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર આજે ટંકારા નજીક આવેલી અનસ હોટલ પાસે એક વેગનઆર રોડ નીચે ખાબકી હતી, જો કે સદનસીબે કોઈને ઈજાઓ પહોંચી ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ વેગનઆર કાર રોડ ઉપર ઉભી હતી ત્યારે પાછળથી અન્ય કાર ચાલક વેગનઆરને ટક્કર મારતા વેગનઆર રોડ નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

- text

- text