આગામી 12 જાન્યુઆરીએ મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે પુસ્તક મેળો યોજાશે

- text


મોરબી: સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિત્તે આગામી 12 જાન્યુઆરીએ મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે પુસ્તક મેળો યોજાશે.

આગામી તા.12 જાન્યુઆરીના રોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી નીલકંઠ સ્કુલના પ્રાર્થના ખંડ ખાતે પુસ્તક મેળો યોજાશે. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને ખરા અર્થમાં સાર્થક કરવા ધો. 7 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલા તમામ પુસ્તકોનો પુસ્તક મેળો રાખવામાં આવ્યો છે. જેમાં પુસ્તકની ખરીદી પર 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ પુસ્તક મેળામાં પધારવા સૌને અનુરોધ કરાયો છે.

- text

- text