મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારીબારી બેઠક યોજાઈ

- text


કારોબારી બેઠકમાં નવ નિર્વાચિત ધારાસભ્યોનું અભિવાદન કરાયું

મોરબી : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક ઔર શિક્ષક હિત મેં સમાજ સાથેની રાષ્ટ્રીય વિચારધારા સાથે કાર્ય કરતા સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાની કારીબારી બેઠક મળી હતી. જેમાં કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાનુભાવોના વરદ હસ્તે દિપ-પ્રાગટય કરીને કરવામાં આવી હતી.આ કારોબારી બેઠકમાં નવ નિર્વાચિત ધારાસભ્યોનું અભિવાદન કરાયું હતું અને મહાસંઘમાં મનીષભાઈ બારૈયા અને અભયભાઈ ઢેઢીનો સમાવેશ કરાયો છે.

મોરબી જિલ્લાના મહિલામંત્રી કિરણબેન આદ્રોજા દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્ર કરીને કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો. કારોબારીમાં પધારેલા ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા તથા કાંતિલાલ અમૃતિયા તેમજ અન્ય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લા ટીમના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા કરવાના થતા આગામી કાર્યક્રમો અને સંગઠનની કાર્યપ્રણાલી તથા કાર્યકર્તાની ભૂમિકા વિશે જિલ્લાના સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ગોપાણી દ્વારા વાત કરવામાં આવી હતી. શિક્ષણ જગતમાં માતૃશક્તિનું અનેરું યોગદાન છે જે બાબતે સંગઠનમાં. માતૃશક્તિની ભૂમિકા તેમજ માતૃશક્તિ સંમેલન બાબતની ચર્ચા મહિલા સહ સંગઠન મંત્રી સુરેન્દ્રનગર વિભાગ ડો. લાભુબેન કારાવદરા દ્વારા કરવામાં આવી હતી.

એજન્ડા મુજબ કાર્યવાહીની મુદ્દાસર ચર્ચા મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે દરેક તાલુકા પ્રમાણે પ્રતિભાવો અને પ્રશ્નોની ચર્ચા બધા જ તાલુકાઓના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારસભ્યોનું સન્માન તાલુકા ટીમો તેમજ જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું.ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું કે શૈક્ષિક મહાસંઘએ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે કામ કરતું સંગઠન છે.આ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી, રાષ્ટ્રસેવાના વધુમાં વધુ કાર્યો થતા રહ્યા છે અને આવતા દિવસોમાં થતા રહે એ માટે અમારો સાથ અને સહકાર હમેંશા રહશે. શિક્ષકોના પ્રશ્નો બાબતે બંને ધારાસભ્યોએ જણાવ્યું કે, શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે હરહંમેશ અમે તત્પર છીએ અને હવે તો રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી છે એટલે આપણા માટે સોનામાં સુગંધ ભળી એવું થયું છે. રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા દ્વારા સમાપન સત્રમાં સંગઠનનો કાર્યકર કેવો હોવો જોઈએ? તેમજ કાર્ય પદ્ધતિની સચોટ વાત કરવામાં આવી.વાંકાનેરના મનીષભાઈ બારૈયાને જિલ્લા ટીમમાં ઉપાધ્યક્ષ તરીકે અભયભાઈ ઢેઢીને વાંકાનેર તાલુકા ટીમમાં સમાવેશ કરવા માટેની ઘોષણા દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવી અને દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું. વાંકાનેર – કુવાડવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરમગામ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય તેઓ આવી શક્યા નહોતા અને હળવદ- ધ્રાંગધ્રા વિધાનસભા સીટના નવ નિર્વાચિત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ હળવદના ગ્રામ્યવિસ્તારના પ્રવાસમાં હોય આવી શકયા નહોતા એમને પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.કાર્યક્રમના અંતિમ પડાવમાં રાજ્ય પ્રતિનિધિ કિરીટભાઈ દેકાવડીયા દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં હિતેષભાઈ પાંચોટીયા દ્વારા કલ્યાણમંત્ર કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી વાકછટા દ્વારા કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text