નાલંદા વિદ્યાલય ખાતે કારકિર્દી અને મોટીવેશન સેમિનાર યોજાયો

- text


મોરબી: નાલંદા વિદ્યાલય ખાતે ધો. 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે C.A. અને C.S. ની કારકિર્દી તેમજ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટિવેશનલ સ્પીકર મૌલિન પંડ્યાએ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે તમામ સુખ સુવિધા જીવનમાં મળે તે માટે માતા-પિતાએ કરેલા સંઘર્ષની વાત સમજાવી હતી.. માતા પિતાએ બાળકોના જીવન ઘડતર માટે આપેલા યોગદાનની ઇમોશનલ અને ચોટદાર વક્તવ્યથી ઘણાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. ખરેખર જીવનકાળ દરમિયાન માતા-પિતાનો સંઘર્ષ એ પુત્ર કે પુત્રી માટે અકલ્પનિય છે. જે બાબત આજના સેમિનારમાં સાર્થક થઈ હતી.

તેમજ C.A. મૌલિક ટોલિયાએ વિદ્યાર્થીઓને C.A. બનવા માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેમિનારને સફળ બનાવવા માટે નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ.ગામી તથા તમામ કોમર્સ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

- text

- text