હળવદના સુંદરગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, આરોપી ફરાર

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રઘાભાઈ ચરમારીની વાડીના શેઢે આરોપી છેલાભાઈ ભરતભાઇ જીંજવાડિયા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી દારૂનો આથો, દેશી દારૂ,બકડીયા, ગેસના બાટલા, ચૂલો સહિતના સાધનો મળી કુલ રૂપિયા 5100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પોલીસ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text