મોરબી સાવસર પ્લોટ હોસ્પિટલ ઝોનમા ખુલ્લેઆમ બાયોવેસ્ટનો નિકાલ

- text


બુદ્ધિજીવી તબીબોની બેદરકારી લોકો માટે ગંભીર ખતરારૂપ

મોરબી : મોરબીમાં હોસ્પિટલ ઝોન ગણાતા સાવસર પ્લોટ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે ત્યારે બુદ્ધિજીવી ગણાતા તબીબોની ઘોર બેદરકારીને પાપે તબીબી સ્ટાફ ખુલમખુલા બાયોવેસ્ટનો નિકાલ કરી જાહેર જનતા માટે ગંભીર બીમારીનો ખતરો પેદા કરી રહ્યા છે.

માનવ જિંદગી માટે ખતરારૂપ ગણાતા બાયોવેસ્ટના નિકાલ માટે ચોક્કસ નીતિ નિયમો અમલમાં હોવા છતાં મોરબી શહેરમાં છાસવારે બાયો મેડિકલ વેસ્ટનો ખુલ્લાંમા નિકાલ કરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે આવા જ એક કિસ્સામાં સાવસર પ્લોટમાં આવેલી એક ખ્યાતનામ હોસ્પિટલ દ્વારા પોતાની હોસ્પિટલ નજીક જ વપરાયેલ સિરિન્ઝ, બોટલ, ઇન્જેક્શન, સોય સહિતના બાયોવેસ્ટનો નિકાલ કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા ઉછકક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ઝોન બની ગયેલા સાવસર પ્લોટમા બુદ્ધિજીવી ગણાતા તબીબો જ સરા જાહેર બાયોવેસ્ટનો નિકાલ કરતા હોય આ બાયોવેસ્ટથી માનવ જિંદગીની સાથે સાથે આબોલ પશુઓ માટે પણ ખતરો ઉભો થયો છે ત્યારે ધણીધોરી વગરની નગરપાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ આવી ગંભીર બાબતે કડક પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

- text

- text