માતાએ રોટલા ઘડવાનું કહેતા યુવતીએ ઝેર પી આપઘાત કર્યો

- text


મોરબીના જોધપર નદી ગામે ખેત શ્રમિક પરિવારની દીકરીનું સારવારમાં મૃત્યુ

મોરબી : મોરબીના જોધપર નદી ગામે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની યુવાન દીકરીને માતાએ રોટલા ઘડવાનું કહેતા લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખરભડી ગામના સુરેશભાઈ સમરાભાઈ ડામરા હાલમાં જોધપર નદી ગામે નિલેશભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરે છે. ગત તા.21ના રોજ સુરેશભાઈની પુત્રી કિરણ ઉ.20ને તેની માતાએ રોટલા ઘડવા તેમજ ઘરકામ બાબતે ઠપકો આપતા કિરણને લાગી આવતા વાડીએ ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text